મોરબી : આગામી તારીખ 1 થી 7 નવેમ્બર સુધી દાદા ભગવાનનો 118મો જન્મ જયંતી મહોત્સવ મોરબી ખાતે ધામધૂમથી યોજાનાર છે. દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ મોરબી સેન્ટર દ્વારા મોરબીના રવાપર રોડ પર આ જન્મ જયંતી મહોત્સવ યોજાશે. જેમાં 1 નવેમ્બરે સાંજે 5-30 કલાકથી મહોત્સવનો પ્રારંભ થશે. ત્યારબાદ સાંજે 7:20 થી 8 કલાક સુધી પ્રશ્નોત્તરી સત્સંગ ચાલશે. આ ઉપરાંત તારીખ 2 અને 3 નવેમ્બરે સવારે 10 થી 12:30 અને રાત્રે 8:30 થી 11 કલાક સુધી પ્રશ્નોત્તરી સત્સંગ યોજાશે. 5 નવેમ્બરના રોજ સવારે 10 થી 12:30 કલાકે પ્રશ્નોત્તરી સત્સંગ યોજાશે. 4 નવેમ્બરે સવારે 8:00 થી 9:20 સુધી પૂજન-આરતી, જ્યારે સવારે 10:30 થી 1 અને સાંજે 5 થી 6 સુધી દ્રષ્ટિ દર્શનનું આયોજન કરાયું છે. 5 નવેમ્બરના રોજ સાંજે 7:30 થી 11:00 વાગ્યા સુધી જ્ઞાન વિધિ કાર્યક્રમ યોજાશે. સાથે જ મહોત્સવ સ્થળે 1 થી 7 નવેમ્બર સુધી દરરોજ સાંજે 4-30 થી 11 વાગ્યા સુધી થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્કમાં પણ લોકો મુલાકાત લઇ શકશે. તો આ દિવ્ય અનુભૂતિનો આનંદ માણવા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.