છેલ્લા 39 વર્ષથી સેવા આપતા મુંબઈના કેન્સર સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી અને દાતાઓનું કરાશે બહુમાન: શનિવારે કેન્સર નિદાન કેમ્પ યોજાશેમોરબી: વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ મોરબી દ્વારા છેલ્લા 39 વર્ષથી દર બે માસે મુંબઈના પ્રખ્યાત કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ ડી. સંઘવીના સહયોગથી વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માનવસેવાના ભગીરથ કાર્ય અંતર્ગત આગામી તા. 25-07-2026 ને શનિવારના રોજ સળંગ 200મો કેન્સર નિદાન કેમ્પ યોજાશે. આ ઐતિહાસિક 200મા કેમ્પની સફળ પૂર્ણાહુતિ પ્રસંગે આગામી તા. 26-07-2026 ને રવિવારના રોજ ભવ્ય સન્માન સમારંભ તથા ભોજન સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.તા. 25 જુલાઈના રોજ યોજાશે 200મો ફ્રી કેન્સર નિદાન કેમ્પડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-3, નવાડેલા રોડ, મોરબી ખાતે 200મો કેન્સર નિદાન કેમ્પ તા. 25-07-2026 ને શનિવારના રોજ એક દિવસ માટે યોજાશે. જેમાં સવારે 9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 7:00 વાગ્યા દરમિયાન મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે.આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડિસ્પેન્સરીના મેનેજર મયૂરભાઈ વોરા (મો. 95370 99219) પાસે અગાઉથી નામ નોંધાવી જવાનું રહેશે તેમજ તપાસ માટે આવતી વખતે જૂના કેશ પેપર્સ સાથે લાવવાના રહેશે. આ કેમ્પ દુર્ગાશંકર છબીલદાસ મહેતા પરિવાર (મોરબી-રાજકોટ) તથા સ્વ. શાંતાબેન ઉમિયાશંકર દોશી, સ્વ. ઉમિયાશંકર દયાળજીભાઈ દોશી અને સ્વ. સરોજબેન પ્રફુલભાઈ દોશી પરિવાર (મોરબી)ના આર્થિક સહયોગથી યોજાઈ રહ્યો છે.તા. 26 જુલાઈના રોજ ઋણ સ્વીકાર કાર્યક્રમ અંતર્ગત સન્માન સમારોહકેન્સર કેમ્પની 200મી કડી પૂર્ણ થવા નિમિત્તે ડો. વિક્રમભાઈ સંઘવી અને દાતાઓના ઋણ સ્વીકાર કાર્યક્રમ અંતર્ગત તા. 26-07-2026 ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, નવાડેલા રોડ, મોરબી ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાશે. આ સમારંભના અધ્યક્ષ સ્થાને વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મોરબીના પ્રમુખ ભાવેશભાઈ વી. શાહ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ અતિથિઓ અને જ્ઞાતિજનો માટે ભોજન સમારંભ (જમણ) યોજાશે.કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મુખ્ય અતિથિઓ અને વિશેષ અતિથિઓઆ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મુખ્ય દાતા કિશોરભાઈ સી. મહેતા, દુબઈના દાતા પલ્લવીબેન જે. શેઠ, મુંબઈના દાતા હેમલભાઈ બી. મહેતા તેમજ મચ્છુ કાંઠા વિ. જૈન સમાજ-મુંબઈના પ્રમુખ ચેતનભાઈ એસ. સંઘવી હાજરી આપશે.આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, જૈન સમાજ અને બિલ્ડર્સ-અમદાવાદના અગ્રણી ડો. હરીશભાઈ આર. મહેતા, જૈન સમાજના અગ્રણી ભૂપતભાઈ સી. દોશી, પૂર્વ પ્રમુખ અને અગ્રણી જયેશભાઈ સી. શાહ, દાતા પ્રફુલભાઈ યુ. દોશી, દાતા ગુણવંતીબેન એમ. શાહ તેમજ મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ વી. દેસાઈ ખાસ ઉપસ્થિત રહેશે.ટ્રસ્ટી પરિવાર દ્વારા પધારવા ભાવભર્યું નિમંત્રણડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટના પ્રમુખ ભાવેશભાઈ વી. શાહ, ટ્રસ્ટીઓ દિનેશભાઈ પી. મહેતા, વિમલભાઈ એચ. શાહ, ભાવેશભાઈ એન. દોશી તથા અમિતભાઈ એમ. મહેતા દ્વારા 200મા કેન્સર કેમ્પની પૂર્ણાહુતિ પ્રસંગે યોજેલ આ સન્માન સમારંભ અને ભોજન સમારંભમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiNews #MorbiUpdates #CancerCamp #MorbiHealth #DCMehtaTrust #MorbiEvents #GujaratNews #HealthCamp