મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025ના ભાગરૂપે 13 ઓક્ટોબર ના રોજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયક્લોથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા આયોજિત સાયક્લોથોન તારીખ 13 ઓક્ટોબરના રોજ સવારે 7 થી 9 કલાક દરમિયાન મોરબીના સ્કાય મોલથી ઉમિયા સર્કલ, બોરિયાપાટી થઈને પરત સ્કાયમોલ ફરશે. એટલે કે આ 6 કિલોમીટરની સાયક્લોથોન હશે. રજીસ્ટ્રેશન 12 ઓક્ટોબર ને રવિવાર સુધીમાં કરાવી દેવા જણાવ્યું છે. ભાગ લેવા માટે સાયકલ અને હેલ્મેટ જરૂરી છે. દરેક સ્પર્ધકે ફોર્મ અલગથી ભરવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે forms.gle/gJTvGMkiHkRtCxBy8 આ લિંક પર ક્લિક કરીને વિગતો ભરી દેવા જણાવાયું છે.