મંત્રી કનુંભાઈ દેસાઈ અને પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ સંભવિત વાવઝોડાને લઈને તંત્રની તૈયારીઓ અને જરૂર પડે તો રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી મોરબી : મોરબીમાં સંભવિત બીપોરજોય વાવઝોડાના વધતા ખતરાને લઈને આજે જિલ્લા કલેક્ટર કચેરીએ મંત્રી કનુભાઈ દેસાઈએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મંત્રી કનુંભાઈ દેસાઈ અને પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ સંભવિત વાવઝોડાને લઈને તંત્રની તૈયારીઓ અને જરૂર પડે તો રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. બીપોરજોય વાવઝોડાના ખતરને લીધે સમગ્ર પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખવા અને જરૂર પડ્યે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ સહિતની કામગીરી કરવા માટે રાજ્ય સરકારે મંત્રી કનુભાઈ દેસાઈને મોરબી જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવાની જવાબદારી સોંપી છે. આથી ગતમોડી રાત્રે જ મંત્રી કનુભાઈ દેસાઈ મોરબી ખાતે આવી પહોંચ્યા છે અને આજે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ મોરબીની જિલ્લા કલેક્ટર કચેરીએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી છે. જેમાં મંત્રીએ અધિકારીઓ પાસેથી તંત્ર આ વાવઝોડાની અસર થાય તો તેને પહોંચવા કેટલું સક્ષમ છે તેની માહિતી મેળવી હતી. તેમજ એનડીઆરએફની ટિમ અને એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરિયા કિનારે જરૂર પડ્યે 1500 લોકોને સ્થળાંતર જરીને તેમની ભોજન સહિતની વ્યવસ્થા તેમજ રાહત અને બચાવમાં માટે અન્ય સેવાભાવી સંસ્થાઓનો સહયોગ સહિતની સમીક્ષા કરવામાં આવી રહી છે.