કલેક્ટરની અપીલને પગલે મોરબી પેપરમીલ એસો. દ્વારા ડિસ્પેચ અને પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય જાહેર મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાનો ખતરો મંડરાતો હોય વાવઝોડાથી ભારે પવન ફૂંકાવવાથી તેમજ ભારે વરસાદ પડવાથી ઉધોગોમાં નુકશાની તેમજ જાનહાની ન થાય તે માટે ઉધોગોને બેંધ રાખવાની જિલ્લા કલેકટરે અપીલ કરી હતી. કલેક્ટરની અપીલને પગલે મોરબી પેપરમીલ એસો. દ્વારા ત્રણ દિવસ સુધી પેપરમિલમાં ડિસ્પેચ અને પ્રોડક્શન બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. મોરબીમાં સંભવિત વાવઝોડાની અસરને લઈને મંત્રી કુનુભાઈ દેસાઈ અને કલેક્ટરે તમામ ઉધોગો સાથે બેઠક કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડયાએ સંભવિત વાવઝોડાને લઈને નુકશાની અને જાનહાની અટકાવી શકાય તે માટે ઉધોગો બંધ રાખવાની અપીલ કરી હતી. આ અપીલને પગલે મોરબી પેપરમિલ એસોસિએશને ત્રણ દિવસ પેપર મિલ ઉધોગ બંધ રાખવાની જાહેરાત કરી છે. જેમાં તમામ પેપરમિલ ઉધોગોમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ડિસ્પેચ અને પ્રોડક્શન સહિત બધું જ કામકાજ બંધ રાખશે.