વાંકાનેર : વાંકાનેર પંથકમાં ભારે પવન ફૂંકાતા નુકશાની થઈ હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં વાંકાનેર તાલુકાના ગુદાખેડા ગામે ગઈકાલે ભારે પવન ફૂંકાતા એક દીવાલ પડી ગઈ હતી અને દીવાલ પડતા 13 વર્ષની તરુણીને હાથમાં ઇજા પહોંચી હતી. આ ઇજાગ્રસ્ત તરુણીને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.