કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાં સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરરાઈ એસડીઆરએફની 6 ટીમ દ્વારા સ્થળાંતર શરૂ મોરબી : બિપોરજોય વાવાઝોડાની હાલની સ્થિતિ જોતા અગામી 48 કલાકમાં કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાઇ તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની અસર કચ્છ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. સંભવિત વાવાઝોડાને જોતા દરિયાકાંઠા વિસ્તારમાં કાચા મકાનમાં વસવાટ કરતાં લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલની સ્થિતિએ કચ્છના દરિયાકાંઠા અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને સલામત સ્થળે ખચેડવામાં આવી રહ્યા છે. જાગરણ ગુજરાતીના અહેવાલ મુજબ બીપરજોય વાવાઝોડાની સંભાવના જોતા કચ્છ અને દ્વારકામાં એસડીઆરએફ ટીમ દ્વારા કાચા મકાનનમાં વસવાટ કરતાં માછીમાર, અગરીયા અને છૂટક મજૂરી કરતાં લોકોને સેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. દરેક સેલ્ટર હોમમાં મામલતદાર કક્ષાના અધિકારીને જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત સેલ્ટર હોમમાં લોકોના જમવા અને મેડિકલ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ અંગે એસડીઆરએફના અધિકારી શીતલ ગજ્જરે જણાવ્યુ હતુ કે, સંભવિત વાવાઝોડાને લઇને એસડીઆરએફની 6 ટીમ કાર્યરત છે. હાલ આ ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સંભવિત સ્થિતિને જોતાં કચ્છ અને દ્વારકામાં સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.