ટંકારાના મિતાણા નેકનામ રોડ ઉપર બનેલ બનાવ ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નેકનામ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા બે ખેત શ્રમિકના બાઈક આડે ખુટિયો ઉતરતા બાઈક ખુટિયા સાથે ભટકાતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલા ખેત શ્રમિકને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના ખેત મજૂર માંજરીયા ઉર્ફે સુનિલભાઈ રત્નાભાઈ વસુનિયા અને જબલપુર ગામે રહેતા ખેતમજૂર પાગળાભાઈ ઉર્ફે રમણભાઈ વીરસિંગભાઈ બામણિયા બાઈક લઈને મિતાણા નેકનામ રોડ ઉપર જતા હતા ત્યારે બાઈક આડે ખુટિયો ઉતરતા પાગળાભાઈ ઉર્ફે રમણભાઈ વીરસિંગભાઈ બામણિયાનું મૃત્યુ નીપજ્યું હતુઁ જ્યારે ફરિયાદી માંજરીયા ઉર્ફે સુનિલભાઈ રત્નાભાઈ વસુનિયાને ઇજાઓ પહોંચતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.