બાઇકના જબરા ક્રેઝ વચ્ચે સાયકલ ચલાવવામાં શરમ નડતા બેઠાડુ જીવનશૈલીથી શરીર રોગનું ઘર બન્યુસ્વાસ્થ્ય સુધારવા પ્રજ્ઞાચક્ષુઓની અનેરી પહેલ, વહેલી સવારે કડકડાટી ટાઢમાં આશરે 1100 લોકો 5, 10, 20 કિમિના અંતર સુધી સાયકલ ચલાવશેમોરબી : મોરબીમાં છેલ્લા બે દાયકાથી ઉતરોતર વાહનો વધતા હવે એવી સ્થિતિ સામે આવી છે કે, બાઇક અને કારનો ક્રેઝ વચ્ચે લોકો સાયકલ ચલાવવામાં શરમ અનુભવે છે, પરિણામે મોટાભાગના લોકો બેઠાડુ જીવનશૈલીને કારણે નાની મોટી બીમારીઓના ભરડામાં સપડાઈ ગયા છે. આ સંજોગોમાં નિયમિત સાયકલ ચલાવો અને બીમારીઓ ભગડો તેવા ઉદેશ્ય સાથે મોરબીના પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાએ અનેરી પહેલ કરી કાલે રવિવારે વહેલી સવારે સાયકલોફનનું આયોજન કર્યું છે જેમાં લોકો ઉત્સાહભેર મોટી સંખ્યામાં જોડાયા છે.મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ નેત્રહીનોના આશરા અને આજીવિકાનું કેન્દ્ર એવા પ્રજ્ઞાચક્ષુ પુનવર્સન કેન્દ્ર અને મીડિયા પાર્ટનર મોરબી અપડેટના સહયોગથી લોકોમાં સાયકલ ચલાવવામાં જાગૃતિ આવે એ હેતુસર આવતીકાલે તા.7ના રોજ રવિવારે સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે, સાયકલ ચલાવીને તંદુરસ્તી મેળવવાના આ આયોજનને લોકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને સાયકલોફનમાં ભાગ લેવા માટે 1100થી વધુ લોકોએ નોંધણી કરાવી છે.સાયકલોફનમાં આવતીકાલે વહેલી સવાર 5-30 વાગ્યે કડકડતી ટાઢમાં મોરબીની બજારોમાં પ્રથમ 20 કિમિ, 10 કિમિ અને 5 કિમિની સાયકલ યાત્રા ક્રમશ યોજાશે. આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દોડવીર ડો. અનિલભાઈ પટેલ, યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતેથી સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. ભાગ લેનાર સાયકલવીરોને ટીશર્ટ, ટોપી, સર્ટીફીકેટ, મેડલ તેમજ 12 વર્ષથી નીચેના બાળકોને કોમ્પ્લીમેન્ટરી ગિફ્ટ આપવામાં આવશે.તેવું આ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ શેઠ, ડો. પારેખ પ્રસુન્ન, તેજસભાઈ, તેમજ હાતિમભાઈ રંગવાલાએ જણાવ્યું છે.