મોરબી : રાજ્યમાં અનેક સ્થળોએ માવઠાની સાથે અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને પગલે મોરબી જિલ્લાના નવલખી બંદર ઉપર એક નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ રાજ્યમાં માવઠાની સ્થિતિ વચ્ચે દરીયામાં કરંટ જોવા મળતા મોરબીના નવલખી બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ સરકાર દ્વારા દરિયામાં માછીમારી કરી રહેલા માછીમારોને સાવચેત કરાયા છે. હવામાન વિભાગની સુચનાથી હાલમાં નવલખી બંદર ઉપર એક નંબરનું ભયસુચક સિગ્નલ ચડાવવામાં આવ્યુ છે. એક નંબરના સિગ્નલ મુજબ દરીયાઈ વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન ફૂંકાવવાની સાથે તોફાની મોજા ઉછળવાની શક્યતાઓ છે. જેને ધ્યાને લઈ માછીમારોએ સાવચેત કરાયા છે.