8 થી 9 જગ્યાએથી પદાર્થ નીકળ્યો, ગ્રામજનોએ તંત્રને જાણ કરીમોરબી : મોરબીના ઊંટબેટ શામપર ગામની બાજુમાં આવેલા એક ખેતરમાંથી જમીનની અંદરથી લાવા જેવો પદાર્થ અચાનક બહાર આવતા ગ્રામજનોમાં અચરજનો માહોલ ફેલાયો છે. આ મામલે ગ્રામજનો દ્વારા તુરંત તંત્રને જાણ પણ કરવામાં આવી હતી. ગામના આગેવાન હસમુખભાઈ ચોટલિયાના જણાવ્યા અનુસાર, ગઈકાલે આશરે 10 થી 15 મિનિટ સુધી આ પદાર્થ જમીનમાંથી બહાર આવ્યો હતો. ખેતરમાં કુલ 8 થી 9 જેટલી જગ્યાઓ પરથી આ શંકાસ્પદ પ્રવાહી નીકળ્યું હતું. જેમાં 1 થી 2 જગ્યાએ આ પદાર્થ 5 થી 7 ફૂટના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આજે સ્થળ પર જઈને જોતા આ પદાર્થ સુકાઈ ગયેલો જોવા મળ્યો હતો અને તેની આસપાસ ફીણ વળેલા હતા. આ ઉપરાંત, આ શંકાસ્પદ પદાર્થમાંથી અત્યંત તીવ્ર દુર્ગંધ પણ આવી રહી છે. બનાવ સમયે સ્થળ પર કોઈ હાજર ન હતું, પરંતુ ઘટનાની જાણ થતા જ ગામના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા.તાત્કાલિક ધોરણે સ્થળ પરથી ફોટા અને વિડિયો પાડીને મંત્રી, TDO અને GPCB ના અધિકારીઓને મોકલી આપીને જાણ કરવામાં આવી છે. આ અંગે મોરબી ગ્રામ્ય મામલતદાર સાગર ત્રંબડીયાએ જણાવ્યું છે કે આ પદાર્થ શું છે તે અંગે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ વધુ વિગતો સામે આવશે.#Morbi #MorbiUpdate #UntbetShampar #ChemicalLeak #GujaratNews #MorbiNews #GPCB #LocalNews