ટંકારા : વરસાદની મોસમ આવતા જ ચોતરફ મેઘરાજાને હરખે વધાવવા દેડકાઓ ડ્રાઉં, ડ્રાઉં ચાલુ કરી દે છે. ત્યારે આજે ટંકારામાં પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું છે. ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ ગેસ એજન્સી સામે આવેલા તલાવડામાં આજે પીળા રંગના દેડકા દેખાતા લોકો આ નવતર પ્રકારના દેડકાને જોવા ટોળે વળ્યાં હતા. અને તળાવ ડ્રાઉં, ડ્રાઉંના અનેરા અવાજથી ગુંજી ઉઠયું હતું. આ અદભુત નજારો અમરાપરના ઈઝામુલ બાદીએ કેમેરે ક્લિક કર્યો હતો. https://youtu.be/tOLbTVyZvIQ