ચોરીમાં ગયેલ જીરૂ અને બોલેરો પિકઅપ સહિત કુલ રૂ.12,77,800નો મુદામાલ કબજે, ત્રણ આરોપી પકડવાના બાકીમોરબી અપડેટ : મોરબી હાઇવે રોડ પર ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી થયેલી જીરૂની ચોરીનો ગુનો મોરબી એલ.સી.બી.એ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચાર આરોપીઓને ચોરાયેલા જીરૂ તથા અન્ય મુદામાલ સાથે ઝડપી લીધા છે.ફરિયાદ અને તપાસની વિગતહળવદ પોલીસ સ્ટેશનમાં તા.18/09/2026ના રોજ ગુ.ર.નં.0915/2026, BNS કલમ 305, 331(3), 331(4) મુજબ ગુનો નોંધાયો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના ચાર ભાઈઓની સંયુક્ત ખેતીની ઉપજનું જીરૂ ભરેલા 102 બાચકા (વજન 280 મણ, કિંમત રૂ.10,54,000) ગોડાઉનમાં રાખેલા હતા. તા.15/09/2026ના રોજ 10 વાગ્યા પહેલાં કોઈ અજાણ્યા ઇસમો આ જથ્થો ચોરી ગયા હતા.ગુનો વણશોધાયેલ હોવાથી પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ, ભુજ) તથા મોરબીના પોલીસ અધિક્ષકે મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ ઉકેલવા સૂચના આપી હતી. તે મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારી-કર્મચારીઓની ટીમો બનાવી હતી. મળેલી હકીકતના આધારે મોરબી-ચરાડવા-હળવદ રોડ પર ITI સામે GEB ના સબ સ્ટેશન પાછળના ઝૂંપડા પાસેથી ચાર આરોપીઓ ચોરીના મુદામાલ સાથે મળી આવ્યા. તેમને હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી માટે સુપરત કરાયા છે.પકડાયેલા આરોપીઓ1. સુરજભાઇ ઉર્ફે સુરો સુખાભાઇ સોલંકી, રહે. મોરબી, મૂળ રહે. મોટાકાજલીયાળા, જી.જુનાગઢ2. સુનિલ મુકેશભાઇ સોલંકી, રહે. મોરબી, મૂળ રહે. દેવળીયા, તા.જી.અમરેલી3. ભોલુ ઉર્ફે ભોલો ઠાકરશીભાઇ વિરમગામીયા, રહે. સરધાર, તા.જી.રાજકોટ4. રાહુલ વિજયભાઇ દસકીયા, રહે. મોરબી, મૂળ રહે. માધાપર (શામપર), તા.જોડીયા, જી.જામનગરપકડવાના બાકી આરોપીઓ1. અરવિંદ ઉર્ફે પતક મુકેશભાઇ સોલંકી, રહે. મોરબી, મૂળ રહે. દેવળીયા, તા.જી.અમરેલી2. વિશાલ ઉર્ફે ભદો, રહે. મોરબી3. વાધજી, રહે. ટંકારા, તા.ટંકારા, જી.મોરબીકબજે કરાયેલ મુદામાલ- જીરૂના 92 બાચકા (વજન 231 મણ), કિં.રૂ.8,77,800- સફેદ રંગની બોલેરો પિકઅપ ટ્રક નં. GJ-17-UU-5175, કિં.રૂ.4,00,000- એક તાલપત્રી- કુલ મુદામાલ: રૂ.12,77,800આરોપીઓનો ગુનાહિત ઇતિહાસપોલીસ યાદી મુજબ સુરજભાઇ સોલંકી વિરુદ્ધ અગાઉ 7 ગુના નોંધાયેલા છે. તેમાં મોરબી સિટી એ ડિવિઝન, મોરબી તાલુકા, રાજકોટ સિટી એરપોર્ટ તથા ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન, જી.પી.એક્ટ, ચોરી સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે. સુનિલ સોલંકી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ચોરી અને મોરબી સિટી એ ડિવિઝનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 1-1 ગુનો નોંધાયેલો છે.મોરબી પોલીસનો પ્રજાજોગ સંદેશમોરબી જિલ્લાના ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે ખેતીની ઉપજનો જથ્થો જ્યાં એકત્રિત કરવામાં આવે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, ઇમરજન્સી લાઇટ રાખવી, દરવાજા મજબૂત લોખંડના રાખવા, એકથી વધુ લોકો ચોકી-પહેરો રાખે તેવી વ્યવસ્થા કરવી અને ચોકીદાર રાખવો. આસપાસ શંકાસ્પદ વાહનો કે માણસો દેખાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી, જેથી ખેતપેદાશની ચોરી અટકાવી શકાય.કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓએલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી.જાડેજા, PSI બી.ડી.ભટ્ટ (એલ.સી.બી.), PSI વી.જી.માલાણી (પેરોલ ફર્લો સ્ક્વોડ), ASI જયવંતસિંહ ગોહિલ, ASI જયસુખભાઇ વસીયાણી, ASI સુરેશભાઇ હુંબલ, ASI ચંદુભાઇ કાણોતરા, HC શક્તિસિંહ ઝાલા અને HC જયેશભાઇ વાઘેલા સહિત એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે આ કામગીરીમાં ભાગ લીધો હતો.