મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 3 માર્ચના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, મગફળી, તુવેર, બાજરો, જુવાર, સુવાદાણા, ધાણા, ચણા, ગુવાર બી, કાળા તલ, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. શનિવારની સરખામણીએ આજે સોમવારે જીરુંની આવકમાં બમણો વધારો થયો છે. મોરબી યાર્ડમાં આજે 553 ક્વિન્ટલ એટલે કે 2765 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 3970 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 435 ક્વિન્ટલ એટલે કે 2175 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1445 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 605, તલના 2030, જીણી મગફળીના પ્રતિમણ 1102, તુવેરના 1385, બાજરાના 567, જુવારના 696, સુવાદાણાના 1303, ધાણાના 1491, ચણાના 1037, ગુવાર બીના 924, કાળા તલના 4500, રાયના 1157 અને રાયડાના 1068 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 1500 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.