મોરબી : મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શનાળા રોડ પર આવેલ માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળા દ્વારા દસ વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આવતીકાલે તા. 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સાંજે 4થી 6 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ રજૂઆત કરવામાં આવશે. ત્યારે શાળા દ્વારા દિવ્યાંગ બાળકોની કલાને પ્રોત્સાહન આપવા માટે શહેરીજનોને કાર્યક્રમ નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.