મોરબી : ગોર ખીજડિયા પ્રાથમિક શાળાના 93મા જન્મોત્સવ નિમિત્તે તા. 14-2-2025 ને શુક્રવારના રોજ રાત્રે 8 કલાકે ગોર ખીજડિયા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. તેમજ સેલ્ફી ઝોન, શાળા દર્શન, દાતાઓનું સન્માન તથા અન્ય પ્રોગ્રામ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. આ રંગોત્સવ કાર્યક્રમ નિહાળવા અને બાળકોમાં રહેલી શક્તિને બિરદાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.