18 અને 19 મેના રોજ યોજાનાર આ કાર્યક્રમમાં પ્રેરક વક્તા અંકિતાબેન મુલાણી અને બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી માર્ગદર્શન આપશેમોરબી : મોરબીમાં સ્ત્રીઓના સંસ્કાર અને સમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ - મોરબી, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ - મોરબી દ્વારા સંયુક્ત રીતે “સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ” વિષય પર આ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમ આગામી તારીખ 18 અને 19 મે 2026 ના રોજ રાત્રે 8.30 વાગ્યે કન્યા છાત્રાલય - મોરબી ખાતે યોજવામાં આવશે. આ સમારોહમાં સ્ત્રીઓના સંસ્કાર, સમાજ નિર્માણમાં તેમની મહત્વની ભૂમિકા અને આધ્યાત્મિક બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે જાણીતા પ્રેરક વક્તા અંકિતાબેન મુલાણી અને બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી ઉપસ્થિત રહીને પ્રેરણાદાયક પ્રવચન આપશે.આ પાવન પ્રસંગે સમાજની તમામ મહિલાઓ અને ધર્મપ્રેમી જનતાને સપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા અને અમૂલ્ય માર્ગદર્શનનો લાભ લેવા નિમંત્રક સંસ્થાઓ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કાર ધામ મહિલા મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #WomenEmpowerment #KadvaPatidar #PatidarWomensPowerGroup #MotivationalSeminar #MorbiNews