મોરબી : મોરબી જિલ્લાના વાંકડા ગામમાં વાંકડા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધો. ૩થી 7ના વિધાર્થી એ ભાગ લીધો હતો. જેમાં વિધાર્થી દ્વારા પાણી-પૂરી, શિખંડ,ફ્રૂટ સલાડ, મેગી ચિપસ જેવી વાનગીઓ ઉત્સાહભેર બનાવી સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વિપુલભાઈ ચડમિયા, ખરેડા તાલુકા સ્કૂલ પ્રિન્સિપાલ રિકિતભાઈ વીડજા, CRC નીચી માંડલના કિરીટભાઈ અઘારા, ખરેડા કન્યા શાળાના પ્રિન્સિપાલ તથા વાંકડા પ્રાથમિક શાળાના આચાર્ય અર્પિત વીડજા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉતસાહ વધાર્યો હતો.