મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસની શી ટીમે પૂનમ કેસેટ ચોક નજીક ભૂલા પડી આવી ગયેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝનની શી ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવી હતી કે એક દિવ્યાંગ બાળક પૂનમ કેસેટ ચોક નજીક એકલો અટુલો બઠેલ છે જેને પગલે તુરત જ ટીમ ઉપરોક્ત સ્થળે પહોંચી અને બાળકની પૂછપરછ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ બાળક જવાબ આપવા સક્ષમ ન હોય યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે રાખી બાળકના વાલી વારસની શોધ શરૂ કરી હતી. દરમિયાન મોરબીના સર્કિટહાઉસ નજીક ભારતનગરમાં દિવ્યાંગ બાળકના પિતા લાલતાપ્રસાદ સુંદરલાલ ઉપાધ્યાય રહેતા હોવાનું માલુમ પડતા તેમને બાળકનો કબ્જો સોંપી આપ્યો હતો. આ કામગીરી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા, શી ટીમના હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ બનેસિંહ ઝાલા, કોન્સ્ટેબલ પ્રભાતભાઈ ચાવડા, અશોકભાઈ વાધેલા અને મહિલા કોન્સ્ટેબલ મોનાબેન કિરણસિંહ સહિતના સ્ટાફે કરી હતી.