મોરબી : L.E. College (Diploma) મોરબી દ્વારા કેન્દ્ર સરકારની સંસ્થા CSIR - Central Glass & Ceramic Research Institute (CGCRI) નરોડા સેન્ટર, અમદાવાદ (ISO 9001:2015 પ્રમાણિત)ના સહયોગથી સ્કિલ ઇન્ડીયા અંતર્ગત ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ Physico-Chemical Insights: Enhancing Raw Material Selection for Sanitaryware Productionનું આયોજન 24 થી 26 સપ્ટેમ્બર 2025 દરમિયાન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં સેનેટરીવેર ઉદ્યોગ માટે જરૂરી કાચા માલની યોગ્ય પસંદગી અને તેના વૈજ્ઞાનિક વિશ્લેષણ અંગે વિશિષ્ટ તાલીમ આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગકારો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ કાર્યક્રમનું આયોજન Training and Placement Cell તથા Ceramic Engineering Department દ્વારા શ્રી પી.વી.રાયજાદા Principal L.E. College (Diploma) Morbiના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.