મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 10 સપ્ટેમ્બર ને બુધવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, ચણા, એરંડા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 243 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 551 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 121 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 2042 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 911 રૂપિયા, જીરુંના 3580, બાજરાના 471, જુવારના 796, ચણાના 1099, એરંડાના 1272 અને કાળા તલના 4201 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 240 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 300 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.