મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 21 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, બાજરો, તુવેર, ચણા, ગુવાર બી, કાળા તલ, રાય, રાયડો અને સોયાબીન તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 605 ક્વિન્ટલ એટલે કે 3025 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1489 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 677, તલના 1980, જીણી મગફળીના પ્રતિમણ 1052, જીરુંના 3900, બાજરાના 580, રાયડાના 1070, તુવેરના 1483, ચણાના 1077, ગુવાર બીના 946, કાળા તલના 4138 અને સોયાબીનના 739 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 340 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 180 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.