મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 27 ડિસેમ્બર ને શનિવારના રોજ 1680 ક્વિન્ટલ એટલે કે 8400 મણ કપાસની આવક થવા પામી છે. આજે કપાસના સૌથી ઉંચા ભાવ 1551 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 607 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1330 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 540, જીરુંના 3980, મઠના 652, સીંગફાડાના 1361, મગના 1363, અડદના 1147 અને ચણાના 1009 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 400, કારેલાના 800, ગુવારના 1700, ભીંડાના 800, ટમેટાના 900, કોબીજના 200, કાકડીના 500, લીંબુના 500, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.