મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસ, ઘઉં, મગફળી, જીરું સહિતના પ કોની આવક થઈ રહી છે. દરરોજ કપાસની મબલખ આવક થઈ રહી છે. જો કે ઘણા દિવસ બાદ આજે મોરબી યાર્ડમાં કપાસના ભાવ 1500થી નીચે બોલાયા છે. આજે તારીખ 4 ડિસેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2190 ક્વિન્ટલ એટલે કે 10950 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ આજે 1489 રૂપિયા પ્રતિ મણ બોલાયા છે. આજે ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 644 તો તલના 2180, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1174 સુધી બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4430 જેટલા બોલાયા છે. બાજરાના 628, જુવારના 750 રૂપિયા, મગના 1326, અડદના 1560, ચણાના 1240, એરંડાના 1210, ગુવાર બીના 920, સીંગફાડાના 1031 અને સોયાબીનના 825 રૂપિયા ભાવ બોલાયા છે.શિયાળાની ઋતુ હોય શાકભાજીની પણ સારી આવક થઈ રહી છે. આજે શાકભાજીની આવકમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 600 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 800 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 660 રૂપિયા ભાવ બોલાયા છે.