કપાસના ભાવ 1472 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 18 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, તુવેર, અજમો, ચણા, કાળા તલ, રાય, રાયડો અને ગુવાર બી તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 665 ક્વિન્ટલ એટલે કે 3325 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1472 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 45 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 677, તલના 1950, જીણી મગફળીના પ્રતિમણ 1010, જીરુંના 4186, અજમાના 1825, તુવેરના 1443,ચણાના 1086 ગુવાર બીના 972, કાળા તલના 4914, રાયના 1170 અને રાયડાના 995 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 360 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 80 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 640 રૂપિયા ભાવ બોલાયા છે.