મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 19 નવેમ્બર ને બુધવારના રોજ 1776 ક્વિન્ટલ એટલે કે 8880 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1515 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 202 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 552 રૂપિયા બોલાયા છે. તો તલના 2300, મગફળીના 1280, જીરુંના 4012, બાજરાના 508, જુવારના 911, મગના 1600, અડદના 925, ચણાના 1057, એરંડાના 1307 અને સોયાબીનના 850 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 900, રીંગણાના 1600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 1300, ટમેટાના 840, કોબીજના 400, કાકડીના 900, લીંબુના 500, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.