મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉન સંદર્ભે બહાર પાડેલા જાહેરનામા અંતર્ગત વિવિધ નિયમોનો ભંગ કરતા 9 મહિલાઓ સહીત કુલ 27 લોકો સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી તાલુકામાં એક શખ્સને રૂ.4000ની કિંમતની 400 ફાકી સાથે તેમજ વાંકાનેર તાલુકામાં એક શખ્સને 1000 રૂપિયાની કિંમતની 5 કિલો દેશી તંબાકુ સાથે ઝડપી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે માળીયા।મી.માં 6 મહિલાઓ અને 20 પુરૂષોને જાહેરનામાનો ભંગ કરતા ઝડપી કલમ 188, 269, 114, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જયારે હળવદમાં 3 મહિલા અને 2 પુરુષોને કલમ 188 અને 269 હેઠળ લોકડાઉન કાનૂનના ભંગ બદલ દંડિત કરવામાં આવ્યા હતા.