મોરબી : મોરબી જિલ્લામાં લોકડાઉનના નિયમની અમલવારી ન કરતા કુલ 11 લોકો સામે ગુન્હો નોંધાયો છે. જેમાં વિવિધ કલમોને આધારે 11 લોકો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે. મોરબી તાલુકાના માણેકવાડા ગામના તળાવ પાસે 6 લોકો એકઠા થયા હોય પોલીસે તેને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી એ દરમ્યાન 3 શખ્સો નાસી છૂટ્યા હતા જયારે 3 લોકોની અટકાયત કરી નાસી છૂટેલા 3 ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મોરબી તાલુકામાંથી અન્ય એક શખ્સ સામે પણ લોકોડાઉન ભંગનો ગુન્હો દાખલ કરાયો છે. જયારે મોરબી 2માં વૃંદાવન પાર્ક સ્થિત પરિશ્રમ એપાર્ટમેન્ટમાં એક ટ્રાન્સપોર્ટર રાજસ્થાનથી પરમિશન લીધા વિના આવતા તેની સામે પણ કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. વાંકાનેર તાલુકામાં 2 અને વાંકાનેર સીટીમાં 1 સામે કલમ 188 મુજબ લોકડાઉનમાં મળેલી છૂટછાટનો દુરુપયોગ કરનાર સામે પણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.