પોલીસે 25 લાખની પાંચ બોલેરો કબ્જે કરી કચ્છના સાત શખ્સ વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા અચરવા અંગે ફરિયાદ નોંધીમોરબી : માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીક મોરબીના ગૌસેવકોએ પોલીસની મળદથી પાંચ બોલેરોમાં કતલખાને ધકેલાઈ રહેલા 19 અબોલ જીવના જીવ બચાવી લેવાના બનાવમાં માળીયા મિયાણા પોલીસે કચ્છના રહેવાસી સાત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી 25 લાખની પાંચ બોલેરો ગાડી કબ્જે કરી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ કચ્છથી પશુઓ ભરી નીકળેલી પાંચ બોલેરો ગાડીઓ આ પશુઓને કતલખાને લઈ જતી હોવાની માહિતીને આધારે મોરબીના ગૌસેવકોની ટીમે માળીયા મિયાણા - હળવદ હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીકથી પોલીસની મદદથી આ તમામ પાંચ વાહનો અટકાવતા 19 પશુઓને ક્રૂરતા પૂર્વક બાંધી લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવમાં મોરબીના ગૌસેવક કમલેશ ભગવાનભાઈ રૂંજાની ફરિયાદને આધારે માળીયા મિયાણા પોલીસે આરોપી (૧) ફારુક અબ્દુલરજાક રહે.સાન્ધ્રો, તા.લખપત જી.કચ્છ (૨) સુલતાન સાડભાઇ જત, રહે.સાન્ધ્રો વાંધ, તા.લખપત જી.કચ્છ (૩) હમદા સલામ જત, રહે.સાન્ધ્રો વાંધ, તા.લખપત જી.કચ્છ (૪) ઇદ્રિશભાઇ ગુલામભાઇ જત, રહે.નાના સરડા ભગાડીયો ભગાડીયા તા.ભુજ જી.કચ્છ (૫) સદામ અલીમામદ જત રહે.નાના સરડા ભગાડીયો ભગાડીયા તા.ભુજ જી.કચ્છ (૬) ફારૂક સમંદ જત, રહે.તલવાઢ ગામ.તલ જતાવીરા તા.નખત્રાણા જી.કચ્છ અને (૭) ફારૂક મામદખાન જત, રહે.છારી તા.નખત્રાણા જી.કચ્છ વાળા વિરુદ્ધ પશુપ્રત્યે ક્રૂરતા આચરવા અંગે ગુન્હો નોંધી 25 લાખની પાંચ બોલેરો ગાડી કબ્જે કરી હતી.