મોરબી : મોરબી શહેર - જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં અન્વયે કોઈપણ વ્યક્તિને ફ્લેટ, મકાન, ગોડાઉન, દુકાન, ઓફીસ ભાડે આપવાના કિસ્સામાં ભાડા કરાર કરી પોલીસને જાણ કરવી ફરજિયાત હોવા છતાં શહેરના કબીર ટેકરી વિસ્તારમાં બે મકાન માલિકો તેમજ લાલપર ગામે ફ્લેટ ભાડે આપનારે પોલીસને જાણ નહિ કરતા જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.મોરબી શહેરમાં મકાન ભાડે આપી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાં મુજબ પોલીસને જાણ ન કરતા એસઓજી પોલીસ ટીમે કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અલ્તાફભાઇ હાજીભાઇ ખુરેશી અને રમેશભાઇ જીવાભાઇ અગેચણીયા વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમજ લાલપર નજીક ઓર્સન ઝોન કોલોનીમાં ફ્લેટ ભાડે આપનાર રેનીશભાઈ કિશોરભાઈ ભલોડિયા રહે.મોરબી વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથમમાં જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.