મોરબી : મોરબી શહેર જિલ્લામાં સ્પામાં કામ કરતા કર્મચારીઓ માટે બાયોડેટા ફોર્મ નજીકના પોલીસ મથકમાં જમાં કરવવાનું જાહેરનામું અમલમાં હોવા છતાં શનાળા રોડ પર ધર્મેન્દ્ર પ્લાઝા બિલ્ડીંગમાં આવેલ ડાઉન ટાઉન સ્પા સંચાલક આરોપી આરીફ ગુલામભાઈ બેલીમ રહે.લીલાપર રોડ વાળા દ્વારા પોતાના સ્પામાં કામે રાખેલ સ્પા વર્કર્સના બાયોડેટા પોલીસ મથકમાં જમા નહિ કરાવતા એસઓજી પોલીસ ટીમે આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાં ભંગ સબબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.