વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે બેલાની ખાણ ધરાવતા મૂળ પોરબંદરના વતની ભરત બાબુભાઇ ઓડેદરા નામના ઇસમે પોતાની ખાણમાં કામ કરતા શ્રમિકોનું એસ્યોર મોરબી એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન નહિ કરાવતા વાંકાનેર તાલુકા પોલીસે બીએનએસ કાયદા મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.