હળવદ: કોરોના વાયરસને લઈ રાજ્યના ગૃહ વિભાગે સમગ્ર રાજ્યમાં લોકડાઉનના જાહેરનામાના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે લોકો પાલન કરે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ ત્યારે પાછલા બે દિવસમાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરતા ૨૭ શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. જ્યારે બે વાહનો પણ ડિટેઇન કરાયા છે. હળવદ પોલીસ મથકના પી.આઇ સંદિપ ખાંભલા, પીએસઆઇ પી.જી.પનારા, યોગેશદાન ગઢવી, મુમાભાઈ રબારી, બીપીનભાઈ પરમાર, દેવુભા ઝાલા, તેજશશભાઈ પટેલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા લોકડાઉન દરમિયાન દુકાન કે ઓફિસ ખુલી રાખનારા, જાહેરમાં એકત્ર થનારા, કામ વગર રોડ ઉપર આંટાફેરા મારતા, શેરી- ગલીમાં ગપાટા હાંકનારા શખ્સો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. પાછલા બે દિવસ દરમ્યાન લોકડાઉનને ગંભીરતાથી નહીં લેનારા ૨૭ શખ્સો સામે ગુના નોંધાયા છે. જ્યારે બે વાહનો ડિટેઇન કરાયા છે. આ ઉપરાંત હળવદ પોલીસ દ્વારા ડ્રોનની મદદથી પણ શેરી ગલીઓમાં કે મકાનની છત પર ગપાટા મારતા લોકો પર નજર રાખી રહી છે.