ચાર વાહન માલિકોએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર બહાદુરગઢ ગામના પાટિયા નજીક વે બ્રિજ તેમજ અન્ય કારખાના પાસે તેમજ ગાળા ગામના પાટિયા પાસે કેલીબર પેપરમિલ પાસે પાર્ક કરેલા ટ્રક - ડમ્પરમાંથી અજાણ્યા તસ્કરો ડીઝલ ચોરી કરી જતા બનાવ મામલે ચાર વાહન માલિકોએ તાલુકા પોલીસ મથકમાં 970 લીટર ડીઝલની ચોરી અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી.મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ગઈકાલે રાત્રિથી વહેલી સવાર દરમિયાન અજાણી નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલ તસ્કરો અલગ અલગ ચાર વાહનમાંથી ડીઝલ ચોરી જવા મામલે પ્રથમ ફરિયાદ કલ્પેશભાઈ કેશવજીભાઈ શેરસિયા રહે.બરવાળા વાળાએ નોંધવી હતી જેમાં તસ્કરો ગાળા ગામના પાટિયા નજીક કેલિબર પેપર મિલ પાસે પાર્ક કરેલ ટ્રકની ડીઝલ ટેન્ક તોડી 220 લીટર ડીઝલ કિંમત રૂપિયા 19,962ની ચોરી કરી ગયા હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે બીજી ફરિયાદમાં હિતેશભાઈ સવજીભાઈ અઘારાએ સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા તસ્કરો ફરિયાદી તેમજ સાહેદ અશ્વિનભાઈ, હિતેન્દ્રભાઈ હરખજીભાઈ, અમીનભાઈ માણસુરભાઈના ડમ્પર અને ટ્રકમાંથી બહાદુરગઢ ગામના પાટિયા પાસેથી ડીઝલ ટેન્ક તોડી 750 લીટર ડીઝલ કિંમત રૂપિયા 68,055ની ચોરી કરી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.