મોરબી : મોરબી શહેરના જુના ઘુંટુ રોડ ઉપર ગત તા.1 એપ્રિલના રોજ સાંજના સમયે ડબલ સવારી બાઇકને હડફેટે લઈ બે આશાસ્પદ યુવાનનો ભોગ લેનારા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ગત તા.1 એપ્રિલના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં જીજે -33- ઇ - 9438 નંબરનું બાઈક લઈને જઈ રહેલા સાવન પાટડીયા અને તેના મિત્ર યશને જીજે - 39 - ટી - 6938 નંબરના ટ્રક ચાલકે હડફેટે લેતા સાવનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતું. જ્યારે યશનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નિપજતા આ ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃતક સાવનના ભાઈ સાગર મોમજીભાઈ પાટડીયાની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.