મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર બેફામ બની ઇનોવા કાર ચલાવી અકસ્માત સર્જી અનેક લોકોને હડફેટે લઈ બાદમાં એક બાઈક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલકનું મૃત્યુ નિપજતા અકસ્માતના આ બનાવમાં ઇનોવા ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.28ના રોજ સાંજના સમયે શહેરના પંચાસર રોડ પર સતવારા સમાજની વાડી પાસે જીજે - 36 - એએફ - 1252 નંબરની ઇનોવા કારના ચાલકે બેફામ ગતિએ ગાડી ચલાવી જીજે- 36-કયું - 4834 નંબરના બાઇકને પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજાઓ થતા બાઈક ચાલક શિવાભાઈ કાનાણી રહે.શિવનગર, પંચાસર ગામ વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં મૃતકના પુત્ર ધવલભાઈ શિવાભાઈ કાનાણીએ ઇનોવા કાર ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.