વાંકાનેર : મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં ઉંદર પકડવાની ગ્લુ ટેપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરાયો હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનું જાહેરનામું અમલી હોવા છતાં વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આરોપી વેપારી મકબુલભાઈ વલીમામદભાઈ માથકીયા પોતાની દુકાનમાં ઉંદર પકડવાની ગ્લુ ટેપ વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે સાત પ્રતિબંધિત ગ્લુ ટેપ કિંમત રૂપિયા 210 કબ્જે કરી વેપારી વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.