2600 લીટર આથો, 200 લીટર દેશી દારૂ સહિત રૂ.1.37 લાખનો મુદ્દામાલ કબ્જે, આરોપી ફરારમોરબી : મોરબી શહેર - જિલ્લામાં દેશી વિદેશી દારૂની બદી ડામવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે બુધવારે ક્રાઇમબ્રાન્ચની ટીમે અદેપર ગામની સીમમાં મચ્છુ-2 ડેમના કાંઠે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ 2600 લીટર આથો અને 200 લીટર દારૂ સહિત 1.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, દરોડા સમયે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના અદેપર ગામની સીમમાં મચ્છુ -2 ડેમના કાંઠે આરોપી અલ્પેશ રણછોડભાઈ કગથરા રહે.અદેપર વાળાએ દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરી છે.બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી 2600 લીટર આથો, 200 લીટર દારૂ, અખાદ્ય ગોળના સાત ડબ્બા તેમજ રૂ.25 હજારના એક બાઈક સહિત કુલ રૂ.1.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાજર નહી મળી આવેલ આરોપી અલ્પેશ કગથરા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.