સીટી બી ડિવિઝન પોલીસ મથકના ગુન્હામાં નાસતો ફરતો આરોપી વાંકાનેર આવતા જ ઝડપાયોમોરબી : મોરબીના ઘુટુ રોડ આઈટીઆઈ સામેથી એસઓજી પોલીસે ગત જૂન માસમાં રહેણાંક મકાનમાં છાપો મારી ગાંજો વેચાણ કરતા શખ્સને ઝડપી લઈ એનડીપીએસ એકટ હેઠળ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામના વૃદ્ધનું નામ ખુલ્યા બાદ ફરાર હોય આજે વાંકાનેર ખાતે સંબંધીને ત્યાં આવતા જ એલસીબી ટીમે ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે ઘુટુ આઈટીઆઈ સામે રહેણાંક મકાનમાથી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ રોડના વતની કાદરભાઈ નાનુભાઈ મુલતાની ઉ.35 નામનો શખ્સને જૂન માસમાં 1.169 કિલોગ્રામ ગાંજો, કિંમત રૂ.11690, એક મોબાઈલ કિંમત રૂપિયા 5000 તેમજ રોકડા રૂપિયા 2400 સહિત 19,090ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ એનડીપીએસ એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ગામે રહેતા આરોપી ભરતભાઇ રતિલાલ ગોહિલ ઉ.62નું નામ ખુલ્યું હતું અને આરોપી નાસતા ફરતા હોય આજે આરોપી વાંકાનેર ખાતે તેના સંબંધીને આવનાર હોવાની માહિતી એલસીબી ટીમને મળતા પોલીસે આરોપી ભરતભાઈને ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચિયા અને એ.ડી.જાડેજા તેમજ એલસીબી સ્ટાફે કરી હતી.