તાલુકાની નવ ટીમોએ ભાગ લીધી હળવદ : હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકની 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હળવદ તાલુકાની નવ ટીમે ભાગ લીધો હતો.વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકની 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં હળવદ તાલુકાની નવ ટીમે ભાગ લીધો હતો.જેમાં ટુર્નામેન્ટના ઉદ્ઘાટક શિક્ષણ સમિતિના ચેરમેન,ધારાસભ્ય ઘનશ્યામપુર સીટના જિલ્લા પંચાયતના સદસ્ય રવજીભાઈ,તાલુકાના પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ,રામેશભાઈ,ન્યાયસમિતિના ચેરમેન,જીલાસંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ તેમજ મહામંત્રી દિનેશભાઇ સાથે નાયકપરાભાઈ અને અન્ય હોદેદારો અને મંડળીના પ્રમુખ અનિલભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. બીજા દિવસે ફાઇનલમાં સાપકડા ઇલેવન અને માથક ઇલેવન હતી.સુપર ઓવરમાં માથક ઇલેવનને કીડી ઇલેવનને પછાડી હતી.જેમાં સાપકડા ઇલેવનનો વિજય થયો હતો.બીજા દિવસે સમાપનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા,માથાક જિલ્લા પંચાયતના સભ્ય હરિ મેરાભાઈ,તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ નિલેશ વ્યાસે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા પ્રમુખ ધોળુભાઈ,મહામંત્રી ચતુરભાઈ પાટડિયા તેમજ હીરાભાઈ રાઠોડ,રાજ્ય કારોબારી હાર્દિકભાઈ તેમજ મિલનભાઈ,વિશાલભાઈ,ગોઠીભાઈ અને વિવેકાનંદ યુવા ગ્રુપના તમામ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.અંતે સાપકડા ઈલેવને સપકડા સીટના સભ્ય તરીકે ચંદુભાઈ સિહોરના હાથે જ ટ્રોફી લઇ સન્માન મેળવ્યું હતું.