મોરબી : મોરબી ખાતે રીઅલ ક્રિકેટ એકેડેમીમાં અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી અને બરોડાની ટીમ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન મોરબીના સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના અજય લોરિયા સહિતના સભ્ય દ્વારા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા. આ દરમિયાન સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના સભ્યોએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને ટ્રાફી આપી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા.