મોરબી : મોરબીમાં RAK સિરામિક દ્વારા 8 ફેબ્રુઆરીના રોજ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગડાવાસ ખાતે આવેલા મુરલીધર ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં અલગ અલગ ચાર ટીમો લોજિસ્ટિક, એક્સપોર્ટ, ક્યુસી અને ઓફિસ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી.ફાઈનલ મેચમાં લોજિસ્ટિક અને એક્સપોર્ટ ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. ફાઈનલ મેચમાં લોજિસ્ટિક ટીમ વિજેતા બની હતી. ફાઈનલમાં મેન ઓફ ધ મેચ નિખિલ વારેવાડીયા અને મેન ઓફ ધ સિરિઝ વિરા થયા હતા. ટુર્નામેન્ટનું આયોજન HR સંજય ગોસ્વામી અને સરફરાજ આંબલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજન બદલ તમામ ખેલાડીઓએ RAK મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.