મોરબી : રફાળેશ્વરમાં રામદેવપીર મંદિરના લાભાર્થે ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થવાની છે. જેમાં વિજેતા ટિમને રૂ. 51 હજાર અને ટ્રોફી તેમજ ઉપ વિજેતા ટીમને રૂ. 21 હજાર અને ટ્રોફી આપવામાં આવશે. ટુર્નામેન્ટમાં દરેક મેચ 10 ઓવરની રહેશે. ફાઇનલ મેચ 12 ઓવરની રહેશે. આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી રૂ. 3500 રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન રામાપીર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે મયુરભા ગઢવી મો.નં. 9687340001નો સંપર્ક કરવા જણાવાયું છે.