એ ડિવિઝન પોલીસનો કૃષ્ણ એન્ટરપ્રાઇઝમાં દરોડો : ચાર આરોપી ઝડપાયા, એકનું નામ ખુલ્યુંમોરબી : મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ લેન્ડમાર્ક આર્કેડ બિલ્ડીંગમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા માટે આઇડી મેળવી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી વકીલ સહિત ચાર શખ્સોને રંગેહાથ ઝડપી લઈ અન્ય એક શખ્સનું નામ ખોલાવી પાંચ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી રૂપિયા 3,07,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, લેન્ડમાર્ક આર્કેડ બિલ્ડીંગમાં આવેલ કૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર મોટા પાયે સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.આ સચોટ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બિલ્ડીંગના બીજા માળે આવેલ ઓફિસમાં જુગાર રમવાની આઇડી પર આઇપીએલ ક્રિકેટમેચ લાઈવ નિહાળી આરોપી (1) ઉત્તમ રમેશભાઈ કાવર રહે.શક્તિ ટાઉનશીપ, રવાપર રોડ, મોરબી (2)હાર્દિક પ્રવીણભાઈ રંગપરિયા રહે.બોની પાર્ક, રવાપર રોડ,મોરબી (3) વકીલ હાર્દિક બાબુભાઇ રૂપાલા રહે. ઓમ પાર્ક, નાનીવાવડી, મોરબી અને (4)ભાવિક ગણેશભાઇ ગોધવીયા રહે.તપોવન રેસિડેન્સી, ઉમિયા સર્કલ, મોરબી વાળાને સટ્ટો રમતા - રમાડતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 7500 તેમજ રૂ.3 લાખની કિંમતના પાંચ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધા હતા.આરોપીઓની પૂછતાછમાં આરોપી વિશાલ દેવદાનભાઈ ડાંગર રહે.રવાપર, મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે વિશાલને ફરાર દર્શાવી પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4 અને 5 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.