મોરબીની રિયલ ક્રિકેટ એકેડમી અને મુંબઈની ઓમટેક્ષ ક્રિકેટ એકેડમી વચ્ચે પાંચ વન ડે અને બે 30 ઓવરના મેચ રમાશે : આંતરરાષ્ટ્રીય કક્ષાના મેચ જેવી જ સટાસટી બોલશે : મેચ જોવા માટે ફ્રી એન્ટ્રી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં આજે તા.29થી ક્રિકેટ ફીવર જામવાનો છે. કારણકે મોરબી અને મુંબઈની ટિમો વચ્ચે એક અઠવાડિયું ક્રિકેટનો મહાજંગ ખેલાવાનો છે. મોરબીના આંગણે યોજાય રહેલ આ મેચો જોવા પધારવા દરેક ક્રિકેટ રસિકોને અપીલ કરાઈ છે. મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીથી આગળ વિશાળ એરિયામાં રિયલ ક્રિકેટ એકેડમી કાર્યરત છે. જે સૌરાષ્ટ્રની સૌથી વધુ ફેસીલીટી ધરાવતી એકેડમી છે. અહીં હાલમાં 150 ભાવિ ક્રિકેટરો તૈયાર થઈ રહ્યા છે. નાનાથી લઈ મોટા સૌ કોઈ અહીંના અત્યાધુનિક સુવિધાથી સજ્જ ગ્રાઉન્ડમાં રમવા હંમેશા ઉત્સાહિત હોય છે. રિયલ ક્રિકેટ એકેડમીમાં તા.29 ઓગસ્ટથી તા.4 સપ્ટેમ્બર આમ સાત દિવસ સુધી ક્રિકેટનો મહાજંગ યોજાનાર છે. જેમાં રિયલ ક્રિકેટ એકેડમી અને મુંબઈની ઓમટેક્ષ ક્રિકેટ એકેડમીની ટિમો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. જેમાં પાંચ વન-ડે મેચ અને બે 30 ઓવરના મેચ રમાશે. આ મેચ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી દરરોજ રમાશે. અહીં એન્ટ્રી ફ્રી છે. આ મેચ જોવા પધારવા દરેક ક્રિકેટ રસિકોને રિયલ એકેડમી નિમંત્રણ પાઠવે છે. રિયલ ક્રિકેટ એકેડમી આઇકોન રેસિડેન્સીથી આગળ, રાધેકૃષ્ણ ફાર્મ પાસે, એસપી રોડ, મોરબી વિશાલભાઈ ભીમાણી મો.નં. 9099874002 કેતનભાઈ દલસાણીયા મો.નં. 9998313885