કારમાં રૂ.૨.૯૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડમોરબી : મોરબી એલસીબીએ દલવાડી સર્કલ પાસેથી એક ક્રેટા કારમાં રૂ.૨.૯૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ તેની સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. GJ 12 DA 8716માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક શખ્સ રવિરાજ ચોકડી બાજુથી નિકળી રાજકોટ તરફ જનાર છે. જેના આધારે એલસીબી ટીમે કંડલા બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ એપાર્ટમેન્ટની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ક્રેટા કારમાંથી દારૂની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ.૨,૯૪,૯૪૮/- તથા કાર સહિત કુલ રૂ. ૧૨,૯૯,૯૪૮/-ના મુદામાલ સાથે રામારામ મેઘારામ તરડ ઉ.વ.૨૪ રહે-ડુંગરી ગામ તા.સાંચોર રાજસ્થાનવાળાને પકડી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ટીંકુભાઇ રહે.ગાંધીધામ તેમજ માલ મંગાવનારમાં જેમના નામ ખુલે તેની સામે એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી એમ. પી. પંડયા, પેરોલ/ફર્લો સ્કોડના પીઆઇ વી.એન પરમાર, PSI બી.ડી.ભટ્ટ સહિતના રોકાયેલ હતા.