મોરબી તાલુકા પોલીસ દ્વારા પીધેલીયા વિરુદ્ધ કાર્યવાહી મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા નશાખોરો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જે અન્વયે ગઈકાલે હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન નીચી માંડલ નજીકથી ક્રેટા કાર ચાલક અને ટીંબડી પાટિયેથી ટ્રેઇલર કન્ટેનર ચાલકને ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં ઝડપી લઈ કાર અને ટ્રક કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. ડમડમ બનીને વાહનો હંકારતા લોકોને સબક શીખવવા મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહી અંતર્ગત નીચી માંડલ નજીકથી સર્પાકારે ક્રેટા કાર ચલાવીને નીકળેલા આશિષભાઇ મનસુખભાઇ ધોડાસરા, ઉ.24, રહે.ખાનપર વાળાને ઝડપી લઈ રૂપિયા 6 લાખની કિંમતની ક્રેટા કાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. જ્યારે વાહન ચેકીંગ દરમિયાન ટીંબડી પાટિયેથી તાલુકા પોલીસે ટ્રક - ટ્રેઇલર કન્ટેનર ચાલક દીલીપસિંહ લાલસિંહ રાવત, ઉ.28, રહે.બેરુખેડા ગામ તા.માંડલ થાણા કરેચ જી.ભિલવાડા, રાજસ્થાન વાળાને 5 લાખના કન્ટેનર સાથે નશાની હાલતમાં ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.