હળવદ તાલુકાના રાતભેર ગામનો યુવાન બાઈક પાછળ બેસીને મોરબી તરફ આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયોમોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર ઘુંટુ ગામ નજીક હળવદ તરફથી બાઇકમાં આવી રહેલા બે યુવાનને ટેન્કર ચાલકે પાછળથી ઠોકર મારતા બાઈક પાછળ બેઠેલા હળવદ તાલુકાના રાતભેર ગામના યુવાનનું ટેન્કરના જોટામા આવી જતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા રમેશભાઈ કાનાભાઈ સિણોજીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીજે - 06 - વાય - 6492 નંબરના ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.2ના સવારના નવેક વાગ્યાના અરસામાં તેમનો પુત્ર અજય તેના મિત્ર અક્ષય સાથે બાઇકમાં બેસી મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે ટેન્કર ચાલકે ઘુંટુ ગામ નજીક આવેલ નકસીઓન સિરામિક સામે બન્ને યુવાનો સાથેના બાઇકને પાછળથી ઠોકર મારતા અજય અને અક્ષય રોડ ઉપર પડી જતા અજય ટેન્કરના જોટામા આવી જતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક વાહન મૂકી નાસી ગયો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે મૃતક અજયના પિતાની ફરિયાદને આધારે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.