કાળ બોલાવતો હોય તેમ પરપ્રાંતીય યુવાન સિરામીક કારખાને ફરવા ગયો ને મોત મળ્યું : ક્રેન ચાલક નાસી છૂટ્યો મોરબી : અકસ્માત ઝોન જેતપર રોડ ઉપર રસ્તાની સાઈડમાં ઉભા રહી ફોનમ વાત કરતા બાઈક ચાલક ઉપર ક્રેન ચાલક કાળ બનીને ત્રાટકતા બાઇકમાં પાછળ બેઠેલા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં પણ દર વખતની જેમ અકસ્માત બાદ ક્રેન ચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જીવાપર ગામે ભાડાના મકાનમાં રહેતા ફરિયાદી અરવિંદભાઇ ઠાકુરદાસ પ્રજાપતિએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની સાથે તેમના વતનથી આવેલ શિવકુમાર કામતાભાઈ પ્રજાપતિ નામનો યુવાન સીરામીકના કારખાનામાં ફરવા આવવુ છે તેમ કહી આવ્યો હતો અને બાદમાં પરત ઘેર જતા હતા ત્યારે મોબાઈલમાં ફોન આવતા જેતપર રોડ ઉપર સાઈડમાં મોટર સાયકલ પર બન્ને બેસીને વાતો કરતા હતા ત્યારે અચાનક પીળા કલરની ક્રેને મોટર સાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. વધુમાં અકસ્માતમાં ફરિયાદી અરવિંદભાઇ ઠાકુરદાસ પ્રજાપતિને સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે શિવકુમાર નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બાદ ક્રેન ચાલક નાસી જતા અરવિંદભાઇ ઠાકુરદાસ પ્રજાપતિએ મોરબી તાલુકા પોલીસ મથકમાં પીળા કલરની ક્રેન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..