મોરબી : દિવાળી જેવા મહાપર્વ નિમિતે મોરબી સીરામીક મિત્ર મંડળ દ્વારા મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ગરીબ પરિવારના નાના ભૂલકાઓ અને બાળાઓને ફટાકડાની ભેટ આપવામાં આવી હતી. આશરે ૧૦૦થી વધુ ભૂલકાઓ એને ફટાકડાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બધા ભૂલકાઓ ના ચેહરા પર એક આનંદનું સ્મિત જોવા મળ્યું અને એમનો આનંદ જોઈને આજે અમને પણ આનંદ મળ્યો છે.